મહિપતરામ રુપરામ આશ્રમ

મહીપતરામ રૂપરામ આશ્રમ છેલ્લાં ૧૨૨ વર્ષથી મહિલાઓ અને બાળકોની કોઈપણ જાતિ કે ધર્મના ભેદભાવ વગર વિનામૂલ્યે ની:સ્વાર્થ સેવા કરી રહ્યું છે. એમને યોગ્ય સમયે અને યોગ્ય ઉમરે સમાજમાં પુનઃસ્થાપિત કરવાનું સમાજોપયોગી કાર્ય આ સંસ્થા દ્વારા થઇ રહ્યું છે. અમારા આ કામને સમાજ તરફથી સતત આર્થિક અને નૈતિક પીઠબળ મળતું રહ્યું છે. સમાજ ઉપરાંત ગુજરાત સરકારના સમાજ સુરક્ષા વિભાગ તરફથી પણ પૂરો સહયોગ મળ્યો છે. આ પરિબળો જ અમને આ કાર્ય સંનિષ્ઠાતાપૂર્વક કટીબ્ધતાપૂર્વક કરવા પ્રેરે છે.

આ સંસ્થામાં હવાઉજાસવાળું અને સ્વચ્છ અલાયદું ઘોડિયાઘર રાખવામાં આવ્યું છે. ઘોડીયાગરની બારીઓ મચ્છરજાળીથી સુરક્ષિત રાખવામાં આવે છે. તેમજ ત્યાં વોર્મર, ઇનક્યૂબેટર, રેફ્રીજેરેટર, એરકન્ડીશનર, આર.ઓ.પ્લાન્ટ વગેરેથી આ ઘોડીયાગર સજ્જ છે. શિશુઓ માટે નેસ્લે કંપનીનો ખોરાક અને જ્હોન્સન એન્ડ જહોન્શન કંપનીના સાબુ અને શેમ્પુ વાપરવામાં આવે છે. પ્રત્યેક બાળક માટે અલગ નાની પથારી અને ઘોડિયું રાખવામાં આવે છે. જરૂર પડે બાળરોગના નિષ્ણાત ડોકટર, ફિસીયોથેરાપિસ્ટ અને તાલીમ પામેલા નર્સ રાખવામાં આવે છે. દરેક બાળકને બધા જ પ્રકારની રસી મુકવામાં આવે છે. બાળકો માટે નિયમિત રીતે ફિનાઈલ અને ડીડીટીથી સ્વચ્છ કરેલા બાથરૂમની અલગ સગવડ છે. રમકડાં અને શૈક્ષણિક રમતો પણ વસાવવામાં આવે છે, જેથી તેનો વિકાસ થાય.

મહીપતરામ રૂપરામ આશ્રમને પોતાનું મકાન છે અહીં જ બાળમંદિરથી અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ મળી રહે તેવી સગવડ છે. કોમર્સ અને આર્ટસ કોલેજ ઉપરાંત તેમના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય તેવા કોર્સ ચલાવવામાં આવે છે. જેમકે, ઈંગ્લીસ સ્પીકિંગ, હોમ સાયન્સ, કમ્પ્યુટર ટ્રેઈનિંગ અને સીવણ વગેરે. આ બધા કોર્સ તેમના વ્યક્તિત્વને નિખારવામાં અને ભવિષ્યમાં આર્થિક રીતે પગભર થવામાં મદદરૂપ થાય છે.

સંસ્થા માં બાળકો અને મહિલાઓને રેહવા માટેના ૪૫ રૂમ,અલગ રસોડું, કોઠાર,ડાઈનીગ રૂમ, ૩૩ બાથરૂમ, ૩૩ ટોઇલેટ, ૨ બોરવેલ,અલગ કમ્પ્યુટર રૂપ, હોમે થિયેટર, કોન્ફરન્સ રૂમ અને મનોરંજન માટે ટેલીવીઝનની સગવડ છે. ઝીરો-બી વોટર કૂલર, ગરમ પાણી અને વોશિંગ મશીન પણ ઉપલબ્ધ છે. એકાએક કોઈ સામાન્ય બીમારી આવે તો પ્રાથમિક સારવાર પણ આપવામાં આવે છે. જો કોઈ મોટી કે અસાધ્ય બીમારી હોય તો ખાનગી હોસ્પીટલમાં ઉત્તમમાં ઉત્તમ સારવાર પૂરી પાડવામાં આવે છે. પોતાનું ઘરનું જ સભ્ય બીમાર છે એમ માનીને આખો આશ્રમ પરિવારના સભ્યોની જેમ જ સારવારમાં લાગી જાય છે.

આશ્રમમાંથી બાળકીને કાયદેસર રીતે દત્તક અપાય છે. તેને માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર બંનેની મંજૂરી મળેલ છે. કાયદા મુજબ કાર્યવાહી કરીને ભારતમાં અને ભારત બહાર પૂરેપૂરી સાવચેતી અને ચકાસણી કરીને બાળકને દત્તક આપવામાં આવે છે.

છોકરી યુવાન થાય અને લગ્ન કરવા જેટલી ઉમરની થાય ત્યારે તેનો અભ્યાસ પૂરો થાય યોગ્ય ઉમેદવાર સાથે તેના લગ્ન કરવામાં આવે છે. લગ્ન માટે આવનાર યુવાનોની મેડીકલ તપાસ અને અન્ય તપાસ બહુ ચૌકસાઈપૂર્વક કરવામાં આવે છે. ગુજરાત રાજ્યના સમાજ સુરક્ષા વિભાગ તરફથી રૂ. ૧૦૦૦૦ના બચતપાત્રો આપવામાં આવે છે. યુવતી લગ્ન કરવાની ઉંમરની થાય ત્યારે તેને ઘરકામ અને રસોઈની તાલીમ આપવામાં આવે છે. જેથી તે ભવિષ્યમાં પોતાનું ઘર બરાબર સંભાળી શકે.